Gujarat

સાવરકુંડલામાં “સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકની મહત્વપૂર્ણબેઠક યોજાઈ

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો- ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સાવરકુંડલા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની “સહકારથી સમૃદ્ધિ” યોજના અંતર્ગત યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ બેંક અને સહકારી મંડળીઓને અપગ્રેડ કરવા તેમજ ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ઉદ્યોગકારો માટે સરકારી યોજનાઓની જાણકારી આપવાનો હતો.
બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વાઇસ ચેરમેન કે.સી. ઘાંઘલ્યા, ડિરેક્ટર અને માર્કેટયાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી સહિત બેંકના અધિકારીઓ, સહકારી આગેવાનો અને વિવિધ મંડળીઓના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન ભીંગરાડિયાએ બેંકની વિવિધ થાપણો અને ધિરાણ યોજનાઓની માહિતી આપી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા