Gujarat

લગ્ન ગીત અને હાલરડા સ્પર્ધામાં ચિત્રા ગ્રુપ એ મેળવ્યો પ્રથમ ક્રમાંક

સિલ્ડ મોમેન્ટો અને પ્રમાણપત્ર થી સન્માનિત….
ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્નગીત અને હાલરડાં સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં ચિત્રા ગ્રૂપ પ્રાચી  એ ભાગ લીધો હતો..આ ગ્રૂપ  દ્વારા દીકરા ના જાન પ્રસ્થાન પ્રસંગ નું સુંદર અને ભાવવાહી સ્વર માં ગીત રજૂ કરી સ્પર્ધા માં  પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.. જેમાં  ગ્રૂપ ના સભ્ય તરીકે પૂર્વીબેન ગૌરવ ભાઈ મહેતા, ભાવનાબેન દેવેન્દ્રભાઈ સોલંકી, સંગીતાબેન બિપીનભાઈ દેવળીયા, પ્રતીક્ષાબેન રોહિતભાઈ પટેલ, રેણુકાબેન મહેશભાઈ પીઠિયા, ગીતાબેન હરેશ બાપુ મેઘનાથી, માનવી ગૌસ્વામી તથા મહેક સોલંકી જોડાયા હતા તમામ બહેનો ને  સિલ્ડ મોમેન્ટો અને પ્રમાણપત્રથી  સન્માનિત કરી અભિનંદન શુભેચ્છાઓ પાઠવીહતી.. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ ગ્રુપનો સ્પર્ધામાં દ્વિતીય નંબર આવેલા હતો.
હાર્દિક કાનાબાર પ્રાચી