Gujarat

શક્તિસિંહ ગોહિલે ભાજપને ડૉ. આંબેડકરનું અપમાન કરનારી ખેડૂત વિરોધી સરકાર ગણાવી

રાજકોટમાં આજે સાંજે NSUI દ્વારા જય બાપુ, જય ભીમ અને જય સંવિધાનના નારા સાથે વિશાળ મશાલ રેલી નીકળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીની આગેવાનીમાં આ રેલી નીકળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ દ્વારા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

જેમાં ભાજપે હંમેશા બાબા સાહેબનો વિરોધ કર્યો છે તેમ કહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તાજેતરમાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરનું રાજ્ય સભામાં અપમાન કર્યું હતું. આ સાથે જ ખેડૂતોને પાકના ભાવ ડબલ ને બદલે ઘટ્યા હોવાનું નિવેદન આપી ભાજપ સરકારને ખેડૂત વિરોધી સરકાર ગણાવી હતી.

NSUIના અધ્યક્ષ આગેવાનીમાં મશાલ રેલીનું આયોજન કર્યું રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીની આગેવાનીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતુ કે, સંવિધાનની વાત, મહાત્મા ગાંધીજીના વિચારો અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના માન રૂપે આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે હંમેશા બાબા સાહેબનો વિરોધ કર્યો છે. હાલમાં જ અમિત શાહે પણ રાજ્યસભામાં બાબા સાહેબનું અપમાન કર્યું,