Gujarat

અમેરિકાના ખ્યાતનામ ડો. શેન ટબ્સની ઉપસ્થિતિમાં એનેટોમી વિભાગ દ્વારા સી.એમ.ઈ. વર્કશોપ યોજાયો

રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના એનેટોમી વિભાગ દ્વારા બે દિવસીય ‘સોમાકોન’ – 2.0 કોન્ફરન્સનું આયોજન 18 અને 19 જાન્યુઆરીના રોજ રાજકોટ સિવિલ કેમ્પસ સ્થિત પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે.

અમેરિકાના મેડિકલ એનેટોમીના ખ્યાતનામ ડો. શેન ટબ્સની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ સી.એમ.ઈ. અંતર્ગત પ્રિ-કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રિવર્સ ટ્રાન્સલેશન રિસર્ચ વિષયક સ્પીચ તેમજ પેપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતાં. આ પ્રિ-કોન્ફરન્સમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

આવતી કાલથી બે દિવસીય ‘સોમાકોન – 2.0’ નો સાંસદ રામભાઈ મોકરિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. જેમાં એનેટોમી વિભાગ સંલગ્ન કોન્ફરન્સમાં વિખ્યાત ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. 2025-26 વર્ષ માટે સોમાકોન કોન્ફરન્સ માટે ડો. એસ પી રાઠોડને પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોન્ફરન્સને સફળ બનાવવા મેડીકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ, ડો. આશિષ પંડ્યા સહીત કોલેજના અન્ય વિભાગો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.