Gujarat

કેશોદમાં ડે ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ વિજેતા ટીમ ખેલાડીઓને રોકડ પુરસ્કાર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા

સ્વ. જય બાલસના સ્મરણાર્થે શ્રીકોળી સમાજ કેશોદ તાલુકા ક્રીકેટ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના ફાગરી બડોદર રોડ ખાતે ગત તા. ૧૨ રવિવારથી તા. ૧૯ રવિવાર સુધી યોજાયેલ ડે ટેનિસ ક્રીકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમના ચાર રાઉન્ડ યોજાયા હતા જેમાં ચાર ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી જેમાં ફાઇનલ ટુર્નામેન્ટમાં માંધાતા ગૃપ માંગરોળ તથા સિદધનાથ ઈલેવન સીમરોલી વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો જેમાં સિદધનાથ ઈલેવન સીમરોલી ટીમ વિજેતા બની હતી બંને ટીમો તથા રનર્સ બોલર સહીત ઉત્કૃષ્ટ ખેલાડીઓને તથા બંને ટીમોના ખેલાડીઓને રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી આપી ઉપસ્થિત આગેવાનોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા
સ્વ. જય બાલસના સ્મરણાર્થે યોજાયેલ ડે ટેનિસ ક્રીકેટ ટુર્નામેન્ટના આયોજક પ્રતીક ચાવડા મીત વાળા મનોજ ભરડા દિનેશ ખેર ઓજસ સરવૈયાએ આયોજનને સફળતા પુર્વક પુર્ણ કરવા સુકાન સંભાળ્યું હતું ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ  માલમ કોળી સમાજના પ્રમુખ મનોજ ડાભી રાજુભાઈ  વંશ સહીત સમાજ શ્રેષ્ઠીઓ યુવા આગેવાનો વિહિપ હોદેદારો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો
સમાજના યુવા ખેલાડીઓમાં રહેલી રમત ગમત પ્રત્યે રહેલી ઉત્કૃષ્ટ શકિત બહાર આવે ઉચ્ચ કક્ષાએ પ્રદર્શન કરી સમાજના રોશન કરવા સાથે સમાજમાં વ્યશન દુષણ દુર કરવાના અભિગમને અપનાવે રમત ગમતમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા ઉદેશ સાથે
ડે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ