Gujarat

21થી 23 જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય રામોત્સવ-2નું આયોજન, સ્વદેશી વ્યંજનો-પુસ્તક સ્ટોલ્સ પણ રહેશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં પહેલા રામોત્સવની સફળતા બાદ રામોત્સવ-2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાનાર આ ઉત્સવ 21થી 23 જાન્યુઆરી 2025 દરમિયાન સાંજે 6થી 10 વાગ્યા સુધી ઉજવાશે.

આ ત્રણ દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટીના વિભાગો અને સંલગ્ન કોલેજો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે સ્વદેશી વ્યંજનોના સ્ટોલ્સ અને પુસ્તક પ્રદર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

યુનિવર્સિટી અને કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત સુરત શહેરના નાગરિકો પણ આ ઉત્સવમાં ભાગ લઈ શકશે. કુલપતિ અને કુલસચિવે તમામ વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો, યુનિવર્સિટી અને કોલેજના કર્મચારીઓ તેમજ સુરતના નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ 21 જાન્યુઆરીના રોજ સાંજે 6 કલાકે થશે.