વિદ્યાર્થીને માર મારતા પ્રિન્સીપાલ કેમેરામાં કેદ,પ્રિન્સીપાલે માસૂમ વિદ્યાર્થીને જાહેરમાં માર્યા તમાચા 16 જાન્યુઆરીની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે,વિદ્યાર્થીના વાલીએ શાળામાં આવી કરી હતી તોડફોડ
જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ફાધરે વિધાર્થીને ઢીબી નાખ્યાના સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, ફાધર વિધાર્થીને 8 સેકન્ડમાં 7 લાફા ઝીંકી દે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના એક અઠવાડિયા પહેલાની છે. પરંતુ સીસીટીવી સામે આવતા રાજકોટ ડીઇઓએ તપાસ હાથ ધરી છે.આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાય નથી.
મળતી માહિતી મુજબ જેતપુરની ગ્રાન્ટેડ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં સ્કૂલના જ ફાધર દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે સ્કૂલનો સમય શરૂ થયા બાદ સવારે તમામ વિદ્યાર્થીઓ ક્લાસમાં જતા હોય છે તેવામાં લોબીમાં જતા એક વિદ્યાર્થી ઉપર આ જ સ્કૂલના ફાધર તૂટી પડે છે અને એક વિદ્યાર્થીને 5 થી 6 લાફા મારી દે છે. જેને કારણે આસપાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્યાં એકઠા થઈ જાય છે.
મળતી માહિતી મુજબ જેતપુરની ગ્રાન્ટેડ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં સ્કૂલના જ ફાધર દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે સ્કૂલનો સમય શરૂ થયા બાદ સવારે તમામ વિદ્યાર્થીઓ ક્લાસમાં જતા હોય છે તેવામાં લોબીમાં જતા એક વિદ્યાર્થી ઉપર આ જ સ્કૂલના ફાધર તૂટી પડે છે અને એક વિદ્યાર્થીને 5 થી 6 લાફા મારી દે છે. જેને કારણે આસપાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્યાં એકઠા થઈ જાય છે.
જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના ફાધર વિદ્યાર્થીને લાફા મારતાં હોવાના CCTV વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આ ઘટના 16 જાન્યુઆરીની છે. જો કે, સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીને લાફા કેમ માર્યા તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ ઘટનામાં કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાય નથી પરંતુ. સ્કૂલના સંચાલકો કોઈપણ આક્ષેપો કર્યા છે કે વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલ પર પહોંચીને સ્કૂલમાં તોડફોડ કર્યાના આક્ષેપ પણ લગાવ્યા છે. સમગ્ર મામલે બંધ બારણે સમાધાન થયું હોવાની ચર્ચા વ્યાપી છે. હજુ સુધી બંને પક્ષે કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.

આ ઘટનાને કારણે વિદ્યાર્થીના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાલીઓએ શાળામાં પહોંચી તોડફોડ કરી અને તેમની નારાજગી વ્યક્ત કરી. આ ચોંકાવનારી ઘટનાએ શાળાની શિસ્ત અને પ્રિન્સીપાલની જવાબદારી પર પ્રશ્ન ચિહ્ન ઉભા કર્યા છે. CCTV ફૂટેજ સામે આવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળા પ્રશાસન વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે.
વિધાર્થીના વાલી દ્વારા કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી કે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કોઈ જ ફરિયાદ મળી નથી. પરંતુ વિધાર્થીને બેફામ મારવામાં આવતો હોવાના સીસીટીવી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફાધર દ્વારાવિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાના સીસીટીવી મને મીડિયાના માધ્યમથી મળ્યા છે. જેથી આ ઘટના અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. જોકે આ ઘટના એક અઠવાડિયા પહેલાની એટલે કે 16 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી કોણ છે? કયા ધોરણમાં અભ્યાસ કરે છે? અને ફાધર દ્વારા શા માટે માર મારવામાં આવ્યો તે અંગે તપાસ બાદ જ ખ્યાલ આવશે. એક અઠવાડિયા બાદ પણ આ ઘટનામાં હજુ સુધી મને વાલીની ફરિયાદ મળી નથી

નોંધનીય છે કે, કોઈ પણ વિધાર્થીને સ્કૂલના શિક્ષક કે આચાર્ય દ્વારા માર મારવો એ કાયદાકીય રીતે ગુનો બને છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને શારીરિક શોષણના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે આચાર્ય સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, અને આચાર્યએ વિદ્યાર્થીને લાફા કેમ માર્યા તેનો સાચી માહિતી બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

