વઢવાણ શહેરનું સૌથી જૂનું જોરાવરસિંહજી પુસ્તકાલય જર્જરિત થતા ઉતારી લેવાયું હતું. પરંતુ લાંબા સમયથી ચાલુ નહીં થતા પુસ્તક પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. રાજાશાહીમાં સ્થપાયેલ પુસ્તકાલય લોકશાહીમાં ફરીથી શરૂ કરાવવા માગ ઊઠી છે.
વઢવાણના રાજવી જોરાવરસિંહજીએ વાંચનપ્રેમીઓ માટે પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું. આ ઐતિહાસિક પુસ્તકાલયમાં 2500થી વધુ પુસ્તક હતા. જેમાં ઐતિહાસિક, નવલકથાઓ, જ્ઞાન વિજ્ઞાન, નાટકો વગેરે કિંમતી પુસ્તકોનો સમાવેશ થાય છે.
પરંતુ શહેરની વચ્ચોવચ કરોડોની જમીન પર રાજકારણીઓએ નજર બગાડી હતી. જર્જરિત થવાથી પાલિકા દ્વારા આ પુસ્તકાલય બંધ કરાયું હતું. હજારો પુસ્તકો, કિંમતી સામાન સગેવગે થયાની બૂમરાણો ઊઠી છે.

