સા વરકુંડલા શહેરમાં ગતરોજ મોડીરાત્રીએ દીપડાનો અકસ્માત સર્જાયો. સાવરકુંડલાના મહુવા બાયપાસ રોડ પર એક દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હોય ત્યારે તે દરમિયાન અજાણ્યા વાહને દીપડાને હડફેટે લીધો હતો. દીપડાને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા દીપડાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપ ચાંદુ તથા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજે લઈ પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. હાલ વનવિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને હાઈવે પરના વાહન વ્યવહારને કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે.
બિપીન પાંધી. સાવરકુંડલા

