Gujarat

અમરેલી જિલ્લાના ૭૬મા પ્રજાસત્તાક દિનની  સાવરકુંડલામાં સંપૂર્ણ આના બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી 

સાવરકુંડલા શહેરમાં આંખની હોસ્પિટલ ખાતે આજરોજ અમરેલી જિલ્લામાં ૨૬ જાન્યુઆરી ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. સાવરકુંડલાની આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સૌએ દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
તેમજ અમરેલી પોલીસ દ્વારા આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ફ્લોટ પ્રદર્શન અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં પણ આવ્યું હતું.
સાવરકુંડલાની શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે પ્રસ્તુતિ કરવામાં આવી હતી, વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી દેશભક્તિના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા.
  
તમામ સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો, પોલીસ, ડોક્ટરો, વકીલો, પત્રકારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા