Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીવાડી ચોકડી પાસે રોડ ઉપરથી કપાસની આડમાં બોલેરો પીકઅપ ગાડીમાંથી કિં.રૂ.૪,૪૫,૬૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહેંદ્રા બોલેરો ગાડી આર.ટી.ઓ.રજી.નંબર GJ-37-T-1971 નીમાં કપાસના પોટલા નીચે કપાસના પોટલાની આડમાં સંતાડી ભારતીય બનાવટનો વગર પરમીટે વિદેશી દારુ ભરીને છકતલા (એમ,પી) થી કવાટ થઈને વડોદરા બાજુ જનાર છે
જે હકીકત આધારે ધનીવાડી ચોકડી રોડ પાસે પહોચતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી બોલેરો પીકપ ગાડી આવતા તેને રોકવા હાથ વડે ઇશારો કરતા તેને પોતાના કબ્જાની ગાડી થોડે દુર જઈને ઉભી રાખેલ તેના ચાલક અને તેની સાથેના એક ઇસમને નિચે ઉતારી સદર ગાડીમાં જોતાં તેમાં પ્લાસ્ટીકના કતાનના કોથળામા કપાસ આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુની બિયર, કવાર્ટરીયા, કાચની ખાખી પુઠાની પેટીઓ ભરેલ મળી આવેલ જે તપસતા તેમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર, કવાર્ટરીયા, હોલ મળી કુલ બોટલો નંગ-૨૩૮૮ કિં.રૂ.૪,૪૫,૬૨૦/-તથા પ્રોહી મુદામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લિધેલ બોલેરો  પીકઅપને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર