ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ જે તે માલિકને પરત ક૨વા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે સુચનાઓ અનુસંઘાને એ.આર. પ્રજાપતિ પોલીસ ઇન્સપેકટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશનાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદારશ્રી હસમુખભાઈ જીવણભાઈ વણકર ૨હે. ધંધોડા ટેકરી ફળીયા તા. જી.છોટાઉદેપુર મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી ૨જી.નં. GJ-34-T-1915 ની કિ.રૂ. ૭,૬૮,૮૮૦/- નો મુદ્દામાલ અરજદારને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને છોટાઉદેપુર પોલીસ સ્ટેશને સાર્થક કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

