Gujarat

જેતપુર પાવીના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગની એક લાખ લીટરની પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની રોઝકુવા જૂથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના સિંહોદ ગામે એક લાખ લીટરની પાણીના ટાંકાનું અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતાના રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ દ્વારા સિંહોદ ગામે નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે જેનાથી ઘણા પરિવારોને લાભ મળશે જે ખૂબ આનંદની વાત છે. સાથે જે સુવિધા આપણે મળી છે તેની જાળવણી પણ કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિ.પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન નયનાબેન,ગામના સરપંચ અજયભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર