National

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી

સરકાર દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (જીઈમ્ૈં) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. એક અખબારી સૂચનામા નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા અધ્યક્ષ માટે ૧૭ ફેબ્રુઆરી સુધીમાં અરજી આમંત્રિત કરી છે. સેબીના વર્તમાન ચેરપર્સન માધાબી પુરી બુચનો કાર્યકાળ ૨૮ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તેમણે ૨ માર્ચ, ૨૦૨૨ના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટરના ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે, “ભારત સરકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), મુંબઈમાં ચેરમેનની જગ્યા ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને અરજીઓ આમંત્રિત કરે છે. નિમણૂક ચાર્જ સંભાળ્યાની તારીખથી નિમણૂક કરનારની ૬૫ વર્ષની વય સુધી પહોંચે ત્યાં સુધી મહત્તમ પાંચ વર્ષના સમયગાળા માટે, જે વહેલું હોય તે માટે કરવામાં આવશે.”

સેબીના અધ્યક્ષ બાબતે પગારના સંદર્ભમાં, મંત્રાલયે કહ્યું કે નિમણૂક કરનારને ૫,૬૨,૫૦૦ રૂપિયાનો એકીકૃત પગાર ચૂકવવામાં આવશે. મંત્રાલય મુજબ પગાર મેળવવા માટે બે વિકલ્પો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ દ્વારા પોસ્ટ કરાયેલ નવી સેબી ચીફ પોસ્ટની જાહેરાત
– પગારઃ ૫,૬૨,૫૦૦/-
– પ્રાધાન્યમાં ૫૦ વર્ષથી ઉપરની ઉંમર હોવી જાેઈએ
– ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી

તેમાં કહેવામાં આવ્યું છે કે, “ચેરમેન પાસે પગાર મેળવવાનો વિકલ્પ હશે – ટ્ઠ) ભારત સરકારના સચિવને સ્વીકાર્ય; અથવા હ્વ) દર મહિને રૂ. ૫,૬૨,૫૦૦ નો કોન્સોલિડેટેડ પગાર હશે.