ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજની એક તરફનો રોડ બંધ કરાશે. અહીં રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. ટ્રાફિકમાં ના ફસાવું હોય તો વાહનચાલકોએ સીજી રોડ જવા માટે ઉસ્માનપુરા અંડરબ્રિજ અથવા તો નવરંગપુરા ફાટક થઈને જઈ શકશે. એક સાઈડનું કામ પૂરું થયા પછી બીજી સાઈડનો રોડ બંધ કરવામાં આવશે.
ઉસ્માનપુરા અંડરબ્રિજથી સ્ટેડિયમ પાંચ રસ્તા ખૂબજ સાંકડો રસ્તો છે. આ સ્થળે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. ઉસ્માનપુરા અંડરબ્રિજથી સીજી રોડ જવું હોય તો વાહનચાલકે દોઢથી બે કિલોમીટર જેટલું ફરવું પડશે. નવરંગપુરા ક્રોસિંગ ઈન્કમટેક્સ અંડરબ્રિજમાંથી ના જવું હોય તો નવરંગપુરા ક્રોસિંગ થઈ જઈ શકાશે. સામાન્ય સંજોગોમાં પણ મીઠાખળી તરફથી અને સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતો ટ્રાફિક તેમજ સામે ટાઈમ્સ ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકને કારણે કેટલીક વખત જામના દૃશ્યો સર્જાય છે. નવજીવન પ્રેસ પાસેનો અંડરપાસ નવજીવન પ્રેસ પાસે રેલવેનો સાંકડો અંડરપાસ છે. વાહનચાલકો એ રોડ ઉપયોગ કરે તો ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, આ રોડ પણ ખૂબ જ સાંકડો છે.