દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરની હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસોના નિરાકરણ માટે એક મહત્વનું પગલું ભર્યું છે જેમાં હવે તમામ હાઈકોર્ટને નિવૃત્ત જજાેની એડ-હોક (અસ્થાયી) જજ તરીકે નિમણૂકની ભલામણ કરવાનો અધિકાર મળી ગયો છે.
આ પહેલા એપ્રિલ ૨૦૨૧ માં, સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે, એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક ફક્ત તે જ હાઈકોર્ટમાં થઈ શકે છે જ્યાં ખાલી જગ્યાઓની સંખ્યા ૨૦% કરતા ઓછી છે. પરંતુ હવે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની ત્રણ જજાેની બેન્ચે આ શરતને હટાવી દીધી છે અને તે આદેશની અસરને અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. આ વિશેષ પહેલથી હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ, ૨૦૨૧માં, સુપ્રીમ કોર્ટે લોક પ્રહરી વિ. ભારત સરકાર કેસમાં પોતાનો ચુકાદો આપતાં પ્રથમ વખત હાઈકોર્ટમાં એડ-હોક જજાેની નિમણૂકને મંજૂરી આપી હતી. જાે કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમિત પ્રક્રિયા ન હોવી જાેઈએ અને નિયમિત નિમણૂંકો એડ-હોક ન્યાયાધીશો દ્વારા બદલી શકાય નહીં.
જાે કે, તત્કાલીન ર્નિણયમાં કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી, જે અંતર્ગત હાઈકોર્ટમાં ૨૦% થી વધુ જગ્યાઓ ખાલી હોય તો જ એડહોક જજની નિમણૂક કરી શકાય છે. પરંતુ હવે સર્વોચ્ચ અદાલતે ૨૦% ખાલી જગ્યાની શરત દૂર કરી છે, ઉચ્ચ અદાલતોને વધુ રાહત આપી છે અને તેઓ ગુનાના કેસોના નિકાલ માટે અસ્થાયી રૂપે વધુ નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે.