છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે ખડકવાલા ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા ૧ હિટાચી મશીન અને ૨ ટ્રક ઝડપી પાડી હતી. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૧ કરોડનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર