Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે

જો કે છોટાઉદેપુર ભાજપા દ્વારા અંતિમ દિવસે પોતાના પત્તા ઓપન કર્યા અને 28 બેઠકો પૈકી 20 બેઠકો ઉપર પોતાના ઉમેવારો ઉતારવામાં આવ્યા છે.
છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ  સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. લગભગ 22 માસના વહીવટદારના શાસન થી ચાલેલ નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં નગરનું રાજકારણ ભર શિયાળે ગરમાયું હતું.
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નગરમાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા બંધ બારણે બેઠકોના આયોજનો બાદ પોત પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  હાલ મહત્વની વાત એ છે કે ભા.જ.પ,  કૉંગ્રેસ અને બસપા સહીત આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આ સીવાય સમાજવાદી પાર્ટી સહીત અપક્ષો એ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી મેદાન મારવા માટે કમર કસી છે.
કોંગ્રેસ તરફથી 28 બેઠકો પૈકી 16 ઉમેદવારો ભાજપ તરફથી 20 ઉમેદવારો, આમ આદમી પાર્ટી તરફથી 12 ઉમેદવારો, બ. સ પા તરફથી 16 , તેમજ સમાજવાદી પાર્ટી તરફથી 6 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપા જિલ્લા પ્રમુખે 20 માંથી 20 બેઠકો જીતી ભાજપનું બોર્ડ બનાવવાનો હુંકાર ભર્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આ વખતે આમ આદમી પાર્ટીની ઝાડુ ફરશે નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પૂર્વ પાલીકા પ્રમુખ અને ભાજપા તરફથી ઉમેદવાર અલ્પાબેન શાહે જણાવ્યું કે અમારો સીધો વિરોધી હાથી છે અને તેને અમે હરાવીશું તેવો હુંકાર ભર્યો હતો. તો આ તરફ કોંગ્રેસી પીઢ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા એ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તો પીઢ રાજકારણી અને અપક્ષ ઉમેદવાર આદમભાઈ સુરતી એ આ વખતે અપક્ષોનું બોર્ડ બનશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર