SVMIT એન્જિનિયરિંગ કોલેજે ગતરોજ પૂર્વ વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ મીટનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જીવરાજ પટેલ અને પ્રિન્સિપલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ડો. પાયલ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા થઈને જૂની યાદોને તાજી કરી અને પોતાનાં અનુભવ શેર કર્યા હતાં.
આ કાર્યક્રમની શરૂઆત કોલેજનાં પ્રિન્સિપલ ડો. દિપક દેવરે દ્વારા આત્મીય સ્વાગત સાથે થઈ અને તેમણે હાલનાં વિદ્યાર્થીઓ માટે નવીનતા અને ઉદ્યોગ શિક્ષણ સહકારને મજબૂત કરવા માટે પૂર્વ વિદ્યાર્થીઓની ભૂમિકાનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ અને કારકિર્દી વિશે અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ઈન્ટરએક્ટિવ સેશન, પેનલ ચર્ચાઓ અને નેટવર્કિંગ અવસરો પણ યોજવામાં આવ્યા હતાં. સદર એન્યુઅલ મીટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટ અને તેનાં પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેનાં સંબંધોને વધુ ગાઢ બનાવવાનો ઉદ્દેશ્ય સફળ રહ્યો અને ભવિષ્યમાં વધુ સહકાર માટે માર્ગ મોકળો કર્યો.