Gujarat

વીસડાલીયાના રઘીપુરા પર પુલના નિર્માણથી લોકોને સરળતા રહેશે

માંડવી તાલુકાના ગામોના રોડ ઘણા સમયથી અવધિ પૂર્ણ થતા ઉબડખાબડ થઈ ગયા હતા અને કેટલાક નવા નકોર બની ગયા છે. જેમાં મોટાભાગના કેટલાક રોડના કામો મંજૂર થયા છે જે હાલમાં નિર્માણ હેઠળ છે જેના પગલે વીસડાલીયાથી રઘીપુરા જતા રોડ પર રોડના કામમાં નવા પુલથી લોકોને પાણીના લેવલથી હવે રાહત થશે.

ઘણા સમયથી વીસડાલીયાથી રઘીપુરા જોડતા રોડમાં કેટલાય ગામો આવેલા છે ગત વર્ષે જ વરસાદના પાણીથી રઘીપુરા તેમજ રેગામા ગામમાં ફરી વળ્યુ હતું. આ પુલ પર ઘણા સમયથી ઈસરડેમ તરફથી આવતું પાણી નીચા રોડના કારણે અચાનક રોડ પર આવી જતા લોકોનો સમય વેડફાતો હતો જેથી હવે માર્ગ મકાન વિભાગ દ્વારા નોંધ લઈને પુલનું કામ કરતા લોકો સમસ્યામાંથી મુક્તિ મળશે.

આ પગલે રોડ પર આવેલા કિમડુંગરા લાડકુવા રઘીપૂરા રેગમા જોડતા મુખ્ય માર્ગેમાં પસાર થતા લોકોને રાહત મળશે આ માર્ગ પર પસાર થતા શાળાના વિદ્યાર્થીઓને સમયસર પહોચવામાં મદદ મળશે જેથી પુલનું નિર્માણ થતા લોકોને અવર જવર માટે લોકો રાત્રિ દરમિયાન પણ ખુબ જ ઉપયોગી નીવડશે. જોકે માર્ગનું નવીકરણમાં આવતા પુલથી લોકો ખુશ ખુશાલ થઈ ગયા હતા.