Gujarat

1200 બેડ પાસેથી દારૂની બોટલ મળી; ઠેર-ઠેર કચરાના ઢગલા અને ગંદકીના વીડિયો વાઇરલ થયા; સિવિલ સુપ્રિટેન્ડેન્ટે તપાસ હાથ ધરી

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલનો વીડિયો વાઇરલ થયો છે. 1200 બેડની હોસ્પિટલ પાસે જાહેરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ઉપરાંત હોસ્પિટલના ઠેર-ઠેર પડેલા કચરાના ઢગલા અને ગંદકીના વીડિયો પણ સામે આવ્યા છે. આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

કચરાના ઢગલા અને ગંદકીના વીડિયો પણ સામે આવ્યા સિવિલ હોસ્પિટલ ભુવા બાદ ફરીથી દારૂની બોટલને લઈને વિવાદમાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલ પાસેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં દારૂની બોટલો પડી છે.

જાહેરમાં જ કોઈ વ્યક્તિઓને દારૂ પીને બોટલ સિવિલ કેમ્પસમાં ફેંકી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગલા જેમાં કચરા પેટી ભરાયા બાદ પણ આસપાસ કચરાનો ઢગલો જોવા મળ્યો છે. હોસ્પિટલની લીફ્ટનો પણ વીડિયો સામે આવ્યો છે જેમાં લોકોએ પાન મસાલા ખાઈને ગંદકી કરી છે.