Gujarat

SVNITમાં રેગિંગ! બર્થ-ડે બોયને સાથી વિદ્યાર્થીએ પટ્ટા મારતા કહ્યું ‘રડ… બેસ…’ પણ કહેલું ન કરતા સતત મારતો જ રહ્યો, ડિરેક્ટરે કહ્યું ‘આ રેગિંગ નહીં, રમત

શહેરની SVNITમાં રેગિંગ જેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થીએ પોતાની જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો દેખાય છે.

મારતી વખતે સતત એવું બોલતો હતો કે, ‘રડ… રડ…’ જોકે, માર ખાનાર વિદ્યાર્થી જવાબ આપતો હતો કે, ‘નહીં રડું’ જેથી મારનારે કહ્યું કે ‘તો બેસી જા’ છતાં પણ વિદ્યાર્થી બેસ્યો ન હતો. આ બાબતે SVNITના ડિરેક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, ‘આ વીડિયો 4-5 મહિના જૂનો છે, જેમાં વિદ્યાર્થીઓ આ રીતે પ્લે કરી રહ્યા છે.’

અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવાનું કહેતા રહ્યા છતાં માર મરાયો આ વીડિયોમાં બર્થ-ડે બોયને એક વિદ્યાર્થી રડવા અને બેસવા માટે જીદ કરી પટ્ટા મારી રહ્યો હતો. જો કે, બર્થ-ડે બોયએ રડવા અને બેસવાની ના પાડતાં સામેના વિદ્યાર્થીએ તેને પટ્ટા મારવાના ચાલુ જ રાખ્યા હતા.

બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવા કહેતા રહ્યા છતાં વિદ્યાર્થીએ પટ્ટા મારવાનું ચાલુ જ રાખ્યું હતું. આ પહેલાં પણ SVNITના સિક્યોરિટી ગાર્ડ વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.

આ બાબતે મને ઘણા મેઇલ પણ આવી રહ્યા છે આ વીડિયો ગત ઓગસ્ટનો છે, જે હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ બાબતે મને ઘણા મેઇલ પણ આવ્યા છે.

જો કે, વીડિયો રેગિંગનો નથી. બંને વિદ્યાર્થી બીજા વર્ષમાં ભણે છે છે અને મિત્ર છે. તેમણે અમને બર્થ-ડે ઉજવી રહ્યા હોવાનું જણાવ્યું છે. હાલ કોઇ એકશન લીધી નથી, પરંતુ કમિટી બનાવીને આ મુદ્દે તપાસ કરાશે.