International

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ ર્નિણય મૅક્સિકોથી ઇમ્પોર્ટ પર અમેરિકન ટેરિફ પણ એ રીતે જ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બંને દેશોએ અમેરિકામાં ફેંટેનાઇલ તસ્કરીને રોકવા માટે સખત પગલાં લીધાં છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ચેતવણી આપી હતી કે, જાે અમેરિકી ટેરિફ અમલમાં આવશે તો કેનેડાની સરકાર દ્વારા પણ ૧૫૫ અબજ ડોલરની અમેરિકાની ચીજવસ્તુઓ પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરશે. સોમવારે ટ્રૂડોએ ટિ્‌વટ કર્યું કે ટ્રમ્પ સાથેની તેમની વાતચીત સફળ રહી છે અને ૩૦ દિવસ સુધી ટેરિફ લાગુ કરવાનો ર્નિણય ટાળી દેવામાં આવ્યો છે.

આ સાથેજ ટ્રૂડોએ જણાવ્યું હતું કે, કેનેડા પાસે ફેન્ટાનાઇલ દાણચોરીને રોકવા માટે “ફેન્ટાનાઇલ ઝારની નિમણૂક” કરવા અને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે ૧.૩ બિલિયન ડોલરની યોજના છે. આ યોજના હેઠળ નવા હેલિકોપ્ટર, ટેકનોલોજી અને ૧૦,૦૦૦ ફ્રન્ટલાઈન વર્કર સાથે કેનેડા-યુએસ સરહદની સુરક્ષા મજબૂત બનાવવામાં આવશે. ટ્રૂડોએ લખ્યું કે અમારા અમેરિકન ભાગીદારો સાથે સંકલન વધારીને ફેન્ટાનાઇલની તસ્કરીને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ લગાવવાનો ર્નિણય એક મહિના માટે સ્થગિત કરી દીધો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે સોમવારે જાહેરાત કરી હતી કે યુએસ રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયને વ્હાઇટ હાઉસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. મેક્સિકો પર લાદવામાં આવેલા ટેરિફ સ્થગિત કરવાથી બંને દેશો વચ્ચેના આર્થિક તણાવમાં અસ્થાયી ઘટાડો થયો છે. જાેકે, આ દરમિયાન એ જાેવું રસપ્રદ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચીન પર શું ર્નિણય લેશે, કારણ કે ચીન પણ એવા દેશોમાં સામેલ છે જેના પર ટેરિફ લાદવામાં આવ્યો છે.