આઈ.જી.શેખ સાહેબ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે શ્રી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર ઝોઝ પો.સ્ટે નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૪૦૨૪૯/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫.એ.૬૫.ઈ, ૯૮(૨),૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સંજયભાઈ સ/ઓફ નારીયાભાઈ ગુલસિંગભાઈ રાઠવા ઉ.વ.૧૯ રહે.લુણી વચલા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાનો ઝોઝ બજારમાં ચોકડી પાસે ઉભેલ છે જે બાતમી આધારે સદરી ઇસમને ઝોઝ બજાર ચોકડી પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

