Gujarat

કદવાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ

આઈ.જી.શેખ , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે  એ.સી.પરમાર પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પો.સ્ટે નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કદવાલ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૪૨૪૦૪૩૬/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫.એ.ઈ,૯૮(૨),૮૩,૮૧, ૧૧૬બી મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી મહેશભાઈ ભુરસીંગભાઈ જાતે. રાઠવા રહે-ધક્કાપુરા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી.) નાનો ધક્કાપુરા થી ધોધાદેવ જનાર છે.
જેને બ્લેક કલરનું ટી-શર્ટ તથા કમરે બ્લેક કલરનું નાઈટ પેંન્ટ પહેરેલ છે એવી બાતમી હકિકત મળતા ધક્કાપુરા થી ધોધાદેવ આવતા કાચા રસ્તા ખાતે પહોંચી થોડી વારમા એક મો.સા લઈ બે ઈસમો આવતા ઉપર મુજબના વર્ણન વાળો ઈસમ પાછળની સીટ ઉપર બેસેલ હોય જે ઇસમને પકડી પકડી પાડવામાં આવેલ છે અને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર