Gujarat

જૂનાગઢમાં આયોજિત ૭૧મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું સમાપન

શ્રેષ્ઠ ૧૨ ખેલાડીઓ ઓડીસા ખાતે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

જૂનાગઢ,તા. ૬  જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે ૭૧ મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાંથી પસંદ થયેલ ૧૨ ખેલાડીઓ આગામી સમયમાં ઓડિસાના કટક ખાતે યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

૭૧ મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું આયોજન  ડૉ.સુભાષ યુનીવર્સીટી ખાતે  જૂનાગઢ ડીસ્ટ્રીક  (રૂરલ)  કબડ્ડી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.  સ્પર્ધા દરમિયાન ગુજરાત રાજ્યની અલગ અલગ જીલ્લાની કુલ ૨૯ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૩૪૮ ખેલાડીઓએ પોતાના જીલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું હતું. જેમાં ૫૮ કોચ અને મેનેજર પોતાની ટીમો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધાનું સંચાલન અલગ અલગ જીલ્લાના ૩૨ નેશનલ લેવલના કવોલીફાઈડ ઓફિસિયલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ કબડ્ડીની રમતનું પોતાનું કૌશલ્ય  દેખાડવા  અને  પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા માટે સુંદર પ્રદર્શન કર્યું હતુ. ડૉ. સુભાષ યુનીવર્સીટી દ્વારા વિજેતા ત્રણેય ટીમને ટ્રોફીઓ દ્રારા  સન્માનિત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ ૩૪૮ ખેલાડીઓ માંથી ૨૬ ખેલાડીઓનું  નેશનલ ટીમ માટેનું સિલેકશન કરવામાં આવશે. જેનો એક સપ્તાહ માટેનો કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. કોચિંગ કેમ્પનું આયોજન નેશનલ લેવલના કોચના દેખરેખ હેઠળ રહેશે. અને તેમાંથી ૧૨ ખેલાડીઓ પસંદ થઇ કટક (ઓડીશા) મુકામે તારીખ ૨૦-૦૨-૨૦૨૫ થી ૨૩-૦૨-૨૦૨૫ દરમિયાન નેશનલ ટીમનું  ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ રાજ્ય કક્ષાની કબડ્ડી ચેમ્પિયનશિપના મુખ્ય સ્પોન્સર ડૉ.સુભાષ યુનીવર્સીટી રહી હતી.

ગુજરાત રાજ્ય કબડ્ડી રમતમાં નવા આયામો સ્થાપી શકે તેમ છે