Gujarat

રાણીકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નીચે તિનપત્તી રમતા શખ્સો પકડાયા, બે ફરાર

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (એલસીબી) જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા છે.

વિઠ્ઠલેશ્વર રોડ પર કોઠીના ઝાડ પાછળ, માનવ સેવા કેંદ્ર દુકાન સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તિનપત્તીનો જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા.

પોલીસે પકડાયેલા શખ્સોની ઓળખ અફજલભાઇ અજીઝભાઈ નાગાણી (38), ઐયુબભાઇ સુલેમાનભાઇ પઠાણ ખલીફા (57) અને મહેશભાઈ ધીરૂભાઈ મકવાણા (36) તરીકે થઈ છે. જ્યારે પ્રતાપસિંહ ધીરૂભા ગોહીલ (65) અને મહંમદ શકીન શેરમંહમદભાઈ સોલંકી (64) ફરાર થઈ ગયા છે.

એલસીબીના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. પોલીસે જુગારના સાહિત્ય અને રોકડ રકમ મળી કુલ રૂ. 15,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરાર થયેલા બંને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.