જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તા. 08/02/2025 ને શનિવાર, મહા સુદ અગિયારસના રોજ સિંધી સમાજના(માધવ કરીયાણાવાળા),રહે.સોની ફળીયું,આશિર્વાદ હોસ્પિટલ સામે,ના સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમાં મુખ્યાણી)ઉ.વ.૮૫નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ પરસોતમભાઈ કુંદનદાસ તન્ના,ઈશ્વરભાઈ કુંદનદાસ તન્ના,લચ્છભાઈ કુંદનદાસ તન્ના તેમજ મુરલીધરભાઈ કુંદનદાસ તન્નાના માતૃશ્રી થાય છે.
આ તકે તેમના પરિવાર દ્વારા મૃતકના બંન્ને ચક્ષુનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી નવયુવક મંડળ માંગરોળના પ્રમુખશ્રી પ્રકાશભાઈ લાલવાણીએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા લોએજ ગામના રાજેશભાઈ સોલંકીએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને વિજયભાઈ વી.જોટવા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
ચક્ષુદાન લેતી વખતે દિવ્યેશભાઈ ઘેરવડાએ જરુરી મદદ અને સહયોગ આપ્યો હતો.
આજના આ ચક્ષુદાનનો સ્વિકાર ઠાકરભાઈ તન્ના દ્વારા કરવામાં આવ્યો હતો.
તન્ના પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.રૂપવતીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
તન્ના પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા, આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ રૂપવતીબેનના આત્માને ઈશ્વર ચરણમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા