Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટરે હાફેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટર ગાર્ગી જૈને છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ખાતે આવેલ રાષ્ટ્રીય કક્ષાએ હેરિટેજ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે એવોર્ડ પ્રાપ્ત થયેલ સુપ્રસિદ્ધ હાફેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઇ જિલ્લા કલેકટરે દર્શન કર્યા હતા.
જિલ્લા કલેકટરે હાફેશ્વરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સ્થળની સંયુક્ત મુલાકાત કરી વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.
ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલ સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ હાફેશ્વર ગુજરાત રાજ્યમાં માં નર્મદા જે સ્થળેથી પ્રવેશ પામે છે, તે સ્થળની બોટ દ્વારા મુલાકાત લીધી હતી. અને પ્રસ્તાવિત રેવા કોરીડોર ના જેટી પોઇન્ટ આરતી માટેના ઘાટ બનાવવા માટે પણ સ્થળ નિરીક્ષણ કલેક્ટરે કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ કલેકટર — 1, નાયબ કલેકટર — 2 ક્વાંટ મામલતદાર, ફોરેસ્ટ સ્ટાફ સાથે રહી સમગ્ર વિકાસ કાર્યોની કલેકટરે માહિતી મેળવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર