વહેલા ભવિષ્ય માટે આર્થિક સહયોગ, વેપાર, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવું એ ચર્ચાનો પાયો હતો
આ ફોરમ ભારત-કતાર સંબંધોની મજબૂતાઈનું પ્રતીક છે જે સહિયારા હિતો અને પરસ્પર આદર પર આધારિત છે
તારીખ ૧૭-૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન કતારના અમીર, એચ. એચ. શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાનીની ભારતની મુલાકાત દરમિયાન, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીમાં ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (ડ્ઢઁૈંૈં્) સાથેની ભાગીદારીમાં ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચ (જાેઇન્ટ બિઝનેસ ફોરમ)નું આયોજન કર્યું હતું. આ જાેઇન્ટ બિઝનેસ ફોરમમાં ભારત સરકારનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને કતારનાં રાજ્યનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે બિઝનેસ ફોરમમાં મુખ્ય સંબોધન કર્યું હતું.
જાેઇન્ટ બિઝનેસ ફોરમનાં ઉદ્ઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં વિઝનને અનુરૂપ ૩૦થી ૩૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની ભારતની મહત્ત્વાકાંક્ષાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે ભારત અને કતાર ઊર્જાનાં સફળ વેપારનો લાંબો ઇતિહાસ ધરાવે છે, ત્યારે આ ભાગીદારીનું ભવિષ્ય હાઇડ્રોકાર્બનથી આગળ છૈં, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આઇઓટી અને સેમિકન્ડક્ટર્સ વગેરે જેવા અત્યાધુનિક ક્ષેત્રો સુધી વિસ્તૃત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આબોહવામાં પરિવર્તનનાં પડકારોની સાથે-સાથે ભૂરાજકીય ગતિશીલતામાં પરિવર્તન અને સાયબર સુરક્ષાનાં જાેખમો વધી રહ્યાં છે, ત્યારે આર્ત્મનિભરતા એટલે કે ર્સ્વનિભરતા મુખ્ય પ્રાથમિકતા બની ગઈ છે. દરેક દેશ વિશિષ્ટ સ્પર્ધાત્મક લાભો ધરાવે છે, ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને કતાર એકબીજાની તાકાતમાં પૂરક બનવાની સ્થિતિમાં છે તથા નવીનતાને આગળ વધારવામાં ભાગીદાર બની શકે છે અને આવતીકાલના ઉદ્યોગોને આકાર આપી શકે છે. જ્યારે બંને દેશો પરિવર્તનશીલ પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આ ભાગીદારી ઉદ્યોગસાહસિકતા, ટેકનોલોજી અને ટકાઉપણાના આધારસ્તંભો પર આધારિત છે.
તેમણે વેપાર-વાણિજ્ય કરવાનાં ખર્ચને ઘટાડવા અને વેપાર-વાણિજ્યમાં સુગમતા (ઈર્ડ્ઢમ્)ને વધારવા ભારતનાં મુખ્ય સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જે તેને વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વસનીયતા અને સાતત્યનાં રણદ્વીપ સમાન ગણે છે. ભારતના ગતિશીલ અને સ્થિતિસ્થાપક અર્થતંત્રમાં તકો શોધવા માટે કતારને આમંત્રણ આપતા તેમણે જણાવ્યું કે, ભારતનું વિઝન ૨૦૪૭ અને કતરનું રાષ્ટ્રીય વિઝન ૨૦૩૦ વ્યૂહાત્મક આર્થિક સહકારના નવા યુગને આકાર આપશે. તેમણે પારસ્પરિક હિતના ક્ષેત્રો પર એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવાનું સૂચન પણ કર્યું હતું અને વધુમાં કતારના વ્યવસાયોને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં તકોનું અન્વેષણ કરવા આમંત્રણ આપ્યું હતું.
ઉદઘાટન સત્ર દરમિયાન કતાર રાજ્યના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાનીએ આ લાગણીઓનો પડઘો પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, કતાર અને ભારત વચ્ચેના સંબંધો માત્ર એક વ્યવહાર નથી, પરંતુ આ પારસ્પરિક સન્માન, સહિયારા હિતો અને આર્થિક સહકારને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પર આધારિત પરંપરા છે. ભારત-કતાર વચ્ચેની વેપારી ભાગીદારી વિકસી છે અને ભારત કતારનો ત્રીજાે સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કતાર એક વૈવિધ્યસભર, ગતિશીલ અને રોકાણકારોને અનુકૂળ સ્થળ છે, જે કતરના અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓની અંદર રહેલી વિશાળ તકોનું અન્વેષણ કરવા માટે ભારતીય રોકાણકારોને ઉષ્માભર્યું આમંત્રણ આપે છે.
ભારત સરકારનાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જિતિન પ્રસાદે ભારતની ગતિશીલ આર્થિક વૃદ્ધિ અને નવીનતા આધારિત ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક દાયકામાં ૭૦૯ અબજ ડોલરનો એફડીઆઇ પ્રવાહ આકર્ષ્યો છે, જેને ૪૦,૦૦૦ અનુપાલન સુધારાઓનો ટેકો મળ્યો છે. તેમણે અંતરિક્ષ ટેકનોલોજીથી માંડીને કૃષિ સુધીના વિવિધ ઉદ્યોગોમાં ૧,૫૫,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે નવીનતામાં ભારતના નેતૃત્વ પર પણ ભાર મૂક્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા સ્ટેક ડિજિટલ સુલભતા, નાણાકીય સર્વસમાવેશકતા અને ઇન્ટરનેટ ડેમોક્રેટાઇઝેશનમાં ક્રાંતિ લાવી રહ્યું છે. કતાર નેશનલ બેંક (ઊદ્ગમ્) – નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (દ્ગઁઝ્રૈં) ભાગીદારી ક્યુઆર કોડ-આધારિત યુપીઆઈ વ્યવહારો દ્વારા ડિજિટલ ચુકવણીમાં વધુ વધારો કરશે. મંત્રીશ્રીએ રાષ્ટ્રીય ઉત્પાદન અભિયાન વિશે પણ વાત કરી હતી, જે ઔદ્યોગિક ક્ષમતા વધારવા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત તેમણે કતરના પ્રતિનિધિમંડળને ભારતમાં આગામી સ્ટાર્ટઅપ મહાકુંભમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, જેથી ટેક અને ઇનોવેશન ઇકોસિસ્ટમમાં ઊંડા સહયોગને પ્રોત્સાહન મળશે.
કતર રાજ્યના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વેપાર બાબતોના રાજ્ય મંત્રી મહામહિમ ડૉ. અહમદ અલ-સૈયદે કહ્યું કે, ભારત અને કતાર વિકસી રહેલા વૈશ્વિક વેપાર પરિદ્રશ્યને આગળ વધારવા માટે સુસંસ્થ છે. તેમણે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (ઇવી), મેન્યુફેક્ચરિંગ અને અન્ય નોન-ઓઇલ અને ગેસ સેક્ટર્સ જેવા ઉભરતા ઉદ્યોગોની શોધ માટે પરંપરાગત ઊર્જા ક્ષેત્રથી આગળ વધીને બંને દેશો વચ્ચે જાેડાણ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વૈશ્વિક રોકાણકારોને ટેકો આપવા માટે કતારે, કતાર ફાઇનાન્સિયલ સેન્ટર (ક્યુએફસી) ની સ્થાપના કરી છે – જે વ્યવસાયોને આકર્ષિત કરવા અને ખાનગી ઇક્વિટી રોકાણોને સરળ બનાવવા માટેની મુખ્ય પહેલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કતાર ભારતનાં સૌથી મજબૂત વૈશ્વિક ભાગીદારોમાંનું એક છે, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં અપ્રતિમ સુલભતા પ્રદાન કરે છે. વધુમાં, કતાર સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક સંશોધન અને વિકાસ માટેના પાયા તરીકે કામ કરશે, જ્યારે કતારમાં મીડિયા સિટીનો ઉદ્દેશ ટોચની મીડિયા કંપનીઓને આકર્ષવાનો છે અને કતાર ફ્રી ઝોનને ચાવીરૂપ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ડિજિટલાઇઝેશનમાં ભારતની કુશળતા અને કતારની ડિજિટલ પરિવર્તન માટેની મહત્ત્વાકાંક્ષી યોજના સાથે ભારત કતારને ડિજિટલ પરિવર્તન માટે ટેકનોલોજી અને સ્કેલ પ્રદાન કરવા માટે ખૂબ જ વિશિષ્ટ સ્થિતિમાં છે. ચર્ચાઓમાં દક્ષિણ એશિયાના પ્રવેશદ્વાર તરીકે ભારતની સ્થિતિ અને મધ્ય પૂર્વના કેન્દ્ર તરીકે કતારની ભૂમિકાને પ્રકાશિત કરવામાં આવી હતી. ભારત અને કતાર વચ્ચે ઉચ્ચ ગુણવત્તાની સોલાર ગ્રીડ પોલિસિલિકોન ઉત્પાદનમાં સહયોગની ઉચ્ચ સંભવિતતા છે, એમ પેનલિસ્ટ્સે નોંધ્યું હતું.
ભારત-કતાર સંયુક્ત બિઝનેસ ફોરમે સંબંધિત ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધવા માટે બિઝનેસ લીડર્સ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતોને બોલાવ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષીય વેપાર ૧૫ અબજ ડોલરને વટાવી ગયો હોવાને કારણે, રોકાણનો પ્રવાહ વધ્યો છે – જે ભારતમાં જીસીસીના ટોચના ત્રણ રોકાણકારોમાં સ્થાન ધરાવે છે – પરંતુ તેમાં નોંધપાત્ર વણખેડાયેલી સંભવિતતા રહેલી છે. આ વધતી જતી ભાગીદારીને મજબૂત કરવા માટે આ કાર્યક્રમ દરમિયાન બે મુખ્ય સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાઃ
• કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) અને કતાર બિઝનેસ એસોસિએશન
• ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ કતાર
આ સમજૂતીઓનો ઉદ્દેશ વ્યાવસાયિક સહકારને સુલભ બનાવવાનો, રોકાણનો પ્રવાહ વધારવાનો અને પારસ્પરિક હિત ધરાવતા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં લાંબા ગાળાના જાેડાણને પ્રોત્સાહન આપવાનો છે.
ડ્ઢઁૈંૈં્ના જાેઇન્ટ સેક્રેટરી શ્રી સંજીવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત-કતાર વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ મજબૂત ભાગીદારી માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. તેમણે ૩ થી ૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ આયોજિત સ્ટાર્ટઅપ ઇન્ડિયા મહાકુંભ ૨૦૨૫માં કતારની ભાગીદારીને આવકારી હતી, જે ઊંડા પ્રારંભિક સહયોગને પ્રોત્સાહન આપતી અને ભારતની તકનીકી અને નવીનતા ઇકોસિસ્ટમમાં કતરના રોકાણોને આકર્ષિત કરતી એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે કામ કરશે.
સીઆઈઆઈના પ્રમુખ શ્રી સંજીવ પુરીએ ઊર્જા સુરક્ષા, કૃષિ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને કૌશલ્ય વિકાસ સહિત આર્થિક સહકાર માટેના મુખ્ય ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતના ઊર્જા પરિદ્રશ્યમાં કતારની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, સીઆઇઆઇ ભારત અને કતરની સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને સુલભ બનાવવા માટે કટિબદ્ધ છે, કારણ કે બંને દેશો પોતપોતાના પુનઃપ્રાપ્ય ઊર્જા લક્ષ્યાંકોની યોજના ધરાવે છે.
આ કાર્યક્રમમાં કતાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન એચ.ઇ.શેખ ખલીફા બિન જસીમ અલ થાની અને કતારના બિઝનેસમેન એસોસિએશનના બોર્ડ મેમ્બર એચ.ઇ.શેખ હમાદ બિન ફૈઝલ અલ થાનીએ પણ સંબોધન કર્યું હતું. બિઝનેસ ફોરમે રોકાણ, લોજિસ્ટિક્સ અને અત્યાધુનિક ઉત્પાદન અને ભવિષ્યલક્ષી ક્ષેત્રો જેવા કે એઆઇ, નવીનતા, ટકાઉપણું વગેરે પર ત્રણ પેનલ ચર્ચાઓનું પ્રદર્શન કર્યું હતું.
ભારત-કતાર બિઝનેસ ફોરમે વેપાર, રોકાણ અને ટેકનોલોજીમાં જાેડાણને આગળ વધારવા માટે બંને દેશોની અડગ કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. ભારત અને કતાર તેમના આર્થિક સંબંધોને મજબૂત કરી રહ્યા છે, ત્યારે તેઓ સમૃદ્ધિ, નવીનતા અને સ્થાયી વિકાસને વેગ આપવા માટે સજ્જ છે, જે તેમની ઐતિહાસિક ભાગીદારીમાં એક નવો અધ્યાય ખોલે છે.