Gujarat

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને ઈમેઈલ દ્વારા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા ત્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

જાે કે, આ પહેલી વાર નથી જ્યારે એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૪ માં, એક કોલેજના વિદ્યાર્થીએ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેને મારી નાખવાની ધમકી આપી હતી.