શપથવિધિ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ સહિત એનડીએ ના દિગ્ગજાે રહ્યાં હાજર
શાલીમાર બાગ વિધાનસભા બેઠકથી વિજેતા બનેલા રેખા ગુપ્તા એ રામલીલા મેદાનમાં દિલ્હી રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા સાથે જ ૬ નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવા મંત્રીઓમાં પરવેશ વર્મા (નવી દિલ્હી), મનજિંદર સિંહ સિરસા (રાજૌરી ગાર્ડન), રવિંદર કુમાર ઈન્દ્રાજ (બવાના), કપિલ મિશ્રા (કરવલ નગર), આશિષ સૂદ (જનકપુરી) અને પંકજ કુમાર સિંહ (વિકાસપુરી) નો સમાવેશ થાય છે. નવા નેતૃત્વ સાથે દિલ્હીની રાજકીય ગતિવિધિઓમાં મહત્વપૂર્ણ બદલાવની શક્યતાઓ દેખાઈ રહી છે.
આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિતભાઈ શાહ સહિત દ્ગડ્ઢછના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં ૨૭ વર્ષનો વનવાસ પૂરો થયો છે. રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ સ્ટેજ પર હાજર હતા.
નવા મુખ્યમંત્રીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમના ઘરે પણ કડક બંદોબસ્ત ખડકી દેવાયો છે.
રેખા ગુપ્તાએ શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું કે મને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હું પીએમ મોદી અને ટોચના નેતૃત્વનો આભાર માનું છું કે તેમણે મારા જેવી દીકરી પર વિશ્વાસ દર્શાવ્યો, જે એક સરળ પરિવારમાંથી આવે છે. હું મારી બધી ક્ષમતા, શક્તિ અને પ્રામાણિકતા સાથે જવાબદારી નિભાવીશ..
દિલ્હીમાં સરકારની રચના અને મંત્રીમંડળના શપથ પછી હવે વિભાગોનું પણ વિભાજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠક પહેલા મંત્રીઓને વિભાગો ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતે ૫ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત પ્રવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમને ૩ મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કુલ ૫ વિભાગો પોતાની પાસે રાખ્યા છે, જેમાં નાણાં વિભાગ અને તકેદારી વિભાગનો સમાવેશ થાય છે.
તેઓ ગૃહ, તકેદારી અને આયોજન વિભાગની જવાબદારી પણ સંભાળશે. નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્માને શિક્ષણ, પરિવહન અને પીડબ્લ્યુડી વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. નવી સરકારમાં રોહિણીથી ચોથી વખત જીત મેળવનારા ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા અધ્યક્ષ અને મુસ્તફાબાદના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવી શકે છે. વિભાગોના વિભાજન અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કદાચ નવી સરકાર એક કે બે દિવસમાં આ અંગે ર્નિણય લઈ શકે છે.