Gujarat

છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમલોગેશન ની નોંધ બાબતેની કાર્યવાહી કરી

છોટાઉદેપુર નવ નિયુક્ત કલેકટર ગાર્ગી જૈન જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. અને સમસ્યા તથા પ્રજાની તકલીફોને સમજી તે સમસ્યાનું નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરી રહ્યા છે. આજરોજ છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશન ની નોંધ બાબતેની કાર્યવાહી કરી જ્યારે જમીનોના નકશા તપાસી પાણીની ટાંકીઓ ચેક કરી હતી.
 
જ્યારે રસ્તાનું પણ નિરીક્ષણ કર્યું હતું. અને ગ્રામજનોની સમસ્યાની જાણકારી મેળવી હતી. જ્યારે તમામ પ્રકારની ક્ષતિનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે ચિચોડ ગામની આંગણવાડી અને શાળાની મુલાકાત લીધી હતી. જ્યારે ચિચોડ ગામમાં પ્રમલોગેશન દરમ્યાન થયેલ ક્ષતિઓ બાબતે એક સર્વ નંબરની માપણી પણ કરવામાં આવી હતી. જ્યારે ગામલોકો સાથે મુલાકાત અને પાણીમાં પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે  સેટલમેન્ટ કમીશનર અને જમીન દફતર નિયામકના તા-૧૦/૦૨/૨૦૨૫ના પત્ર અન્વયે જિલ્લાના દરેક તાલુકામાં ઓછી ક્ષતિ વાળુ , એક ગામ મધ્યમ ક્ષતિ વાળુ અને વધારે ક્ષતિ વાળુ એક ગામની પસંદગી કરી રી સર્વે ક્ષતિના ઉકેલ માટે Whoe to part પધ્ધતિથી રી સર્વે પહેલાના માપણીના રેકર્ડ રી સર્વેના રેકર્ડ સાથે મેળવણું કરી જણાયેલ ક્ષતિ વાળા સર્વે નંબરોના સુધારા માટે ક્ષતિ વાળા સર્વે નંબરોની માપણી કામગીરી તથા માપણી બાદ સુધારા હુકમ સુધીની કામગીરીની માટે વધારે ક્ષતિ વાળુ ગામ મોજે-ચીચોડ,તા-છોટાઉદેપુરની કલેક્ટર  ગાર્ગી જૈને ડી.આઇ.એલ.આર આઇ.બી.પટેલ તથા એસ.એલ.આર  વિમલ બારોટની હાજરીમાં માપણી સમયે ગામે/સ્થળે મુલાકાત લીધી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર