છોટાઉદેપુર એ મધ્ય પ્રદેશને અડીને આવેલ શહેર છે. અને અહીંના એસ.ટી.બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. અને મધ્યપ્રદેશ તરફ થી આવતા મુસાફરોની ખાસ સંખ્યા જોવા મળે છે.
પરંતુ છોટાઉદેપુર એસ.ટી.ડેપોની ખાસ અગવડતા એ છે કે અહીં આવતા મુસાફરોને એસ.ટી.ડેપો માં બેસવા માટે બાકડા ફુલ થઈ જતા મુસાફરો એસ.ટી.ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસી જતા હોય છે. અને તેમાય ખાસ બપોર ના સમયે લોકો દીવાલ નજીક છાંયડામાં બેસી જતા હોય છે. પણ તેવોને એ ખબર નથી હોતી કે અહીં બેસવું કેટલું જોખમ કારક છે. બાળકો વૃધ્ધો જે દીવાલને અડીને બેસેલા જોવાઈ રહ્યા છે. તેમની ઉપર કયારે જર્જરિત બનેલ દીવાલ પડી શકે છે.

ચાર વર્ષ પહેલા છોટાઉદેપુર એસ.ટી ડેપો નું નવીની કરણ કરવામાં આવ્યું હતું. એસ.ટી.બસ સ્ટેન્ડ નું નવું મકાન પણ બની ગયું. અને એસ.ટી.ડેપોના વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવી કમ્પાઉન્ડ વોલ જે બનાવવામા આવી તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેમ લાગી રહ્યું છે. દીવાલમાં મસ મોટી તિરાડો પડી ગઈ છે.આખીને આખી દિવાલ એક તરફ નમી પડી પણ છે. જાણે પડવા ના વાંકે લટકી રહી છે. જો જરા પણ દબાણ આવે તો તે પડી શકે છે.

મધ્ય પ્રદેશ તરફ થી આવતી અને જતી બસો મોટે ભાગે અહીં દિવાલની નજીક ઊભી રહેતી હોય છે. બસ માંથી ઉતરતા મુસાફરો જે બીજી બસની રાહ જોતા દીવાલને અડીને બેસી જતા હોય છે.જ્યાં નાના ભૂલકાઓ અને મહિલાઓ બેસેલ જોવાઈ રહી છે. સાથો સાથ જે લોખંડ ના બે થાંભલા પણ ઊભા છે. તે પણ નમેલા હોય મુસાફરોના માંથી જોખમ તોવાઈ રહ્યું છે. અહીંના સ્થાનિકો અને મુસાફરો નું કહેવું છે, કે જલ્દી થી આ દીવાલ નવી બનાવવી જોઈએ
છોટાઉદેપુરના એસ.ટી.ડેપો ભલે આમ એક નજરે સુંદર જોવાતો હોય પણ તેની કમ્પાઉન્ડ વોલ તકલાદી બની ગઈ છે. જે એક રીતે જીવલેણ સાબિત રહી શકે છે. જલ્દી તેને ઉતારી નવી બનાવવા માટે ની માંગ ઉઠી છે. ત્યારે વિલંબ કર્યા વગર મુસાફરોની ફિકર કરવામાં આવે તે જરૂરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર