પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઈ જે સુચનાઓ અનુસંધાને કે.કે. સોલંકી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.આર.શારદીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદાર શ્રીઓને (૧) સોમસંગ મોબાઇલ ફોન કિંમત રૂપિયા- ૪૦,૦૦૦/- તથા (૨) હિરો હોન્ડા ૧૧૦ મો.સા નંબર GJ 34 D 8064 કિમત રૂપિયા- ૩૫,૦૦૦/- તથા (૩) વન પ્લસ મોબાઈલ ફોન કિંમત રૂપિયા- ૫,૦૦૦/- તથા (૪) એકટીવા મો.સા નંબર GJ AM 4928 કિંમત રૂપિયા- ૨૫,૦૦૦/- તથા (૫) હિરો હોન્ડા સ્પેલેન્ડર મો.સા નંબર GJ 34 A 4724 કિમત રૂપિયા- ૩૫,૦૦૦/- નો મળી કુલ કિંમત રૂપિયા- ૧,૪૦,૦૦૦/-નો મુદ્દામાલ પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને જેતપુર પાવી પોલીસે સાર્થક કરેલ છે.


રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર