Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મીઠીબોર ગામના જંગલમાં કાછલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટર સાયકલો ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર તથા મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મીઠીબોર ગામના જંગલમાં કાછલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટર સાયકલો ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ટીન નંગ-૨૩૭૬ ની કુલ કિ.રૂ.૩,૧૭,૦૪૦/- તથા મોટર સાયકલ નંગ-૦૫ કીંમત રૂપીયા.૧,૬૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ. ૧૮,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ગણના પાત્ર પ્રોહીબિશનનો કેશ તથા દાદોદ જીલ્લાના તથા પંચમહાલ જીલ્લાના તેમજ બોડેલી પોસ્ટેના મો.સા ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે.અને પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
 આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ પ્રોહીની પ્રવૃતી/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતે કાર્યવાહી કરવા સારૂ તેમજ જિલ્લાના તેમજ બીજા જીલ્લાના ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા તમામ થાણા અમલદાર નાઓને કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એ.સી.પરમાર પોલીસ ઈન્સ્પેકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના મીઠીબોર ગામના જંગલમાં મધ્યપ્રદેશના કાછલા ગામ તરફથી આવતા જંગલવાળા કાચા રસ્તા ઉપરથી અલગ-અલગ જીલ્લાઓમાંથી ચોરી કરેલ મોટર સાયક્લો જેમા ખોટી નંબર પ્લેટો લગાવી તેના ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/બીયર ટીન નંગ-૨૩૭૬ ની કુલ કિ.રૂ.૩,૧૭,૦૪૦/- તથા પકડાયેલ મોટર સાયકલ નંગ-૦૫ ની કીંમત રૂપીયા.૧,૬૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ ની, કિ.રૂ.૧૮,૫૦૦/- તથા મોટર સાયકલ ઉપર લગાડેલ ખોટી નંબર પ્લેટો ની કીંમત રૂપીયા.૦૦/-ગણી કુલ કિ.રૂ. ૫,૦૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂની હરાફેરી કરતા ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને બીજા આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.