નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુરનો 11મો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

નારાયણ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, ટ્રસ્ટના પ્રમુખ અને પાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, શાળાના આચાર્ય , શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર