ભારતીય સેનાએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મેસર્સ ન્શ્ લિમિટેડ સાથે ૮૦.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે ૨૨૩ ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આર્ત્મનિભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના ૮૦%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે.

ACADAને DRDOના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ગ્વાલિયર દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે અને તે વિશિષ્ટ ઝ્રમ્ઇદ્ગ ડોમેનમાં રાષ્ટ્રની સ્વદેશીકરણ પહેલમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ACADA સિસ્ટમનો ઉપયોગ પર્યાવરણમાંથી હવાના નમૂના લઈને રાસાયણિક યુદ્ધ એજન્ટો અને પ્રોગ્રામ કરેલા ઝેરી ઔદ્યોગિક રસાયણો શોધવા માટે થાય છે. તે આયન મોબિલિટી સ્પેક્ટ્રોમેટ્રી ના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને હાનિકારક/ઝેરી પદાર્થોની સતત શોધ અને એક સાથે દેખરેખ માટે બે અત્યંત સંવેદનશીલ CBRN સેલ હોય છે. ફિલ્ડ યુનિટ્સમાં ACADAનો સમાવેશ ભારતીય સેનાની રક્ષણાત્મક ઝ્રમ્ઇદ્ગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે, સાથે જ શાંતિકાળ માટે પણ, ખાસ કરીને ઔદ્યોગિક દુર્ઘટનાઓ સંબંધિત આપત્તિ રાહત પરિસ્થિતિઓમાં પ્રતિભાવ આપવા માટે છે.

