Gujarat

માંગરોળમાં આયુર્વેદિક દંત ચિકિત્સા  તથા પાંચ જરુરિયાત મંદ લોકોને બત્રીસી ચોકઠા  વિનામુલ્યે ફીટ કરી આપવામા આવશે

માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતી દ્વારા ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગથી યોજાયેલ આ દંત કેમ્પમાં વિના મુલ્યે આયુર્વેદિક જાલંદર બંધ યોગ પદ્ધતિથી વગર ઇંજેક્શન, વગર દવા, વગર દુખાવાથી હલતા દુખતા દાંત તેમજ દાઢ કાઢી આપવામાં આવી હતી તેમજ દાતાઓ ના સહયોગથી પાંચ દર્દીઓ ને દાંતની બત્રીસી પણ વિના મુલ્યે બનાવી આપવામાં આવી હતી
દશા શ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી ખાતે રવિન્દ્રભાઇ ગાંધી સહિત ટ્રસ્ટીઓ દ્વારા માંગરોળમાં પ્રથમવાર આયુર્વેદિક દંત કેમ્પનું સુંદર આયોજન કરાતા મોટી સંખ્યામાં દાંતના દર્દીઓએ વિનામુલ્યે દાંતનું નિદાન અને દવાઓનો લાભ લીધો હતો,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ