Gujarat

પીઠડ ગામની સીમમાંથી 1204 બોટલ સાથે એક આરોપી પકડાયો, 5.87 લાખનો મુદ્દામાલ કબજે

જોડીયા પોલીસે પીઠડ ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખારાવાડ વિસ્તારની બાવળની ઝાડીમાંથી અશોક લેલેન્ડ મિની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે આ કાર્યવાહીમાં મોરબીના ખાનપુર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજાની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઓલ સીઝન્સ ગોલ્ડ કલેક્શન વ્હિસ્કીની 84 બોટલ, રોયલ સ્ટેગ સુપીરિયર વ્હિસ્કીની 96 બોટલ, રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હિસ્કીની 144 બોટલ અને રોયલ બ્લેક મેચ્યુર્ડ મોલ્ટ વ્હિસ્કીની 880 નાની બોટલનો સમાવેશ થાય છે.

કુલ 1204 બોટલની કિંમત 2.82 લાખ રૂપિયા છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન અને વાહન મળીને કુલ 5.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં હરિયાણાના આનંદકુમાર, પીઠડના ક્રિપાલસિંહ જાડેજા, રાજકોટના સલીમ શેખ, ગોંડલના સમીર જીંદાણી અને રાજકોટના સલીમના મિત્ર ભાણાને વોન્ટેડ જાહેર કર્યા છે.

PSI કે.ડી. જાડેજા અને ASI રવિરાજસિંહ જાડેજાની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. રાજપૂતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.