ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક કોર્પોરેશન લિમિટેડ વીજ ઉત્પાદન કરતી કંપની છે. આ કંપનીના રાજ્યમાં આવેલા વિવિધ થર્મલ પાવર સ્ટેશન ઉપર એપ્રેન્ટીસ કરનાર યુવાનોએ નોકરીની માંગ સાથે આજે વડોદરા ખાતે આવેલી ઉર્જા વિકાસ નિગમની મુખ્ય કચેરી ખાતે ઘરના પ્રદર્શન કર્યું હતું.
યુવાનોએ નોકરી આપોને માંગ સાથે ભારે સૂત્રોચાર કર્યા હતા શહેરના રેસકોર્સ સર્કલ ખાતે આવેલી ઉર્જા વિકાસ નિગમની કચેરી ઉપર ધરણાં ઉપર બેઠેલા યુવાનોએ જણાવ્યું હતું કે અમો આજે એકઠા થયેલા યુવાનોએ ગુજરાતના કડાણા, વણાકબોરી, થર્મલ, ધુવારણ, સહિતના વીજ મથકો ખાતે એપ્રેન્ટિસ કર્યું છે. અમારે એપ્રેન્ટિસ પૂર્ણ કરીને પણ ઘણો સમય પસાર થઈ ગયો છે. અમોએ અનેક વખત નિગમની કચેરીમાં નોકરી પર રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ, તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી.
ઉર્જા વિકાસ નિગમની કચેરી બહાર પોસ્ટરો, બેનરો સાથે ધરણાં – પ્રદર્શન કરી રહેલા યુવાનોએ નોકરીની માંગ સાથે સૂત્રોચારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમુક જૂન 2024થી ઉર્જા વિકાસ નિગમ હસ્તકની GSECLના અધિકારીઓ તેમજ રાજ્યના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રી સુધી નોકરી આપવા માટે રજૂઆત કરી છે.

આમ છતાં પણ અમોને વીજ કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. એપ્રેન્ટિસ કર્યા પછી પણ અમે બેરોજગાર છે. ઘરમાં ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ઈમાનદારીથી કામ કર્યું હતું તેમછતાં પણ કંપની દ્વારા નોકરી આપવામાં આવતી નથી. એપ્રેન્ટીસ કરનાર કેટલાક યુવાનોની નોકરી મેળવવાની ઉંમર પણ પસાર થઈ રહી છે. અમારી એક જ માંગ છે અમોને નોકરી આપવામાં આવે.