સોનાની દાણચોરી સામેની એક મહત્વપૂર્ણ કાયર્વાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૨.૫૬ કરોડ રૂપિયાની વિદેશી મૂળની સોનાની લગડીઓ લઈ જતા એક મુસાફરને અટકાવ્યો હતો.
ચોક્કસ ખાનગી માહિતીના આધારે, ડ્ઢઇૈં અધિકારીઓએ ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ દુબઈથી બેંગલુરુ આવેલી ૩૩ વર્ષની એક ભારતીય મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી ૧૪.૨ કિલો વજનની સોનાની લગડી કુશળતાપૂર્વક છુપાવેલી મળી આવી હતી. રૂ. ૧૨.૫૬ કરોડની કિંમતનો આ પ્રતિબંધિત માલ કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ની જાેગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ અટકાયત બાદ ડ્ઢઇૈં અધિકારીઓએ બેંગલુરુના લાવેલ રોડ પર સ્થિત તેના રહેણાંક પરિસરમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં તે તેના પતિ સાથે રહે છે. તપાસ દરમિયાન રૂ. ૨.૦૬ કરોડના સોનાના દાગીના અને રૂ. ૨.૬૭ કરોડની ભારતીય ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. મહિલા મુસાફરને કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ની સંબંધિત જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
આ કેસમાં કુલ રૂ. ૧૭.૨૯ કરોડની જપ્તી થઈ છે, જે સંગઠિત સોનાની દાણચોરીના નેટવર્કને મોટો ફટકો છે. પકડાયેલો ૧૪.૨ કિલો સોનાનો જથ્થો હાલના સમયમાં બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જપ્ત કરાયેલી સૌથી મોટી સોનાની જપ્તીમાંથી એક છે.