જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભંડારા ગામના 33 વર્ષીય મનીષ ગિલદાર નરગાવેની હત્યા કરવામાં આવી છે.
મનીષ કરમશીભાઈ દામજીભાઈ અજુડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કરતો હતો. બે દિવસ પહેલા તેની પોતાના જ ગામના 4-5 શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવતનું મનદુઃખ રાખીને રવિવારે સાંજે આરોપીઓએ તેના પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો.
હુમલામાં મનીષનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને કારણે જામજોધપુર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

