Gujarat

હવાઈ ચોક પર આતશબાજી અને દેશભક્તિના નારા સાથે ભારતની જીતની ઉજવણી કરાઈ

જામનગર શહેરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

ક્રિકેટ પ્રેમી જનતાએ આતશબાજી કરીને જીતની ઉજવણી કરી હતી. વાતાવરણ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું. હવાઈ ચોક વિસ્તારમાં જાણે સમગ્ર જામનગર એકત્રિત થયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા.

શહેરીજનોએ તિરંગા ફરકાવ્યા અને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. આ રીતે ક્રિકેટ નગરી જામનગરે ભારતીય ટીમની ચેમ્પિયન્સ ટ્રોફી જીતને ભવ્ય રીતે વધાવી લીધી.