ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્રિલ 2020માં નોન લિવિંગ કિડની ડોનેશનમાં G-DOT (ડિઝીઝ્ડ ડોનર ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન) ગાઇડલાઇન લાગુ કરી. જેની અસર હવે જોવા મળી રહી છે.
કિડની ડોનેશન બાદ તેના અલોટમેન્ટમાં મહિલાઓને 2 બોનસ પોઈન્ટ અને બાળકોમાં એક્સ્ટ્રા પોઈન્ટની સાથે ફ્રી ટ્રાન્સપ્લાન્ટને કારણે દીકરીઓમાં ટ્રાન્સપ્લાન્ટ વધ્યું છે. આમ આ નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવતા તેના પરિણામ સામે આવી રહ્યા છે.
2020માં ડોનેટ થયેલી કિડની 61 ટકા પુરુષોને અને 38 ટકા મહિલાને મળતી હતી પરંતુ હવે આ રેશિયો 50 ટકાની આજુબાજુ આવી ગયો છે. એટલે કે કહી શકાય કે ડોનેટ થયેલી કિડની પર મહિલા અને પુરુષોનો સમાન હક થયો છે.
એટલું જ નહીં, બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટને ફ્રી અને સર્જરી પછી ઇમ્યુનોસપ્રેસન્સ દવાઓ માટે ઉંમર 21 વર્ષ કરી દેવામાં આવી ‘દ ક્લે હોર્સ’ ઓર્ગન ડોનેશનને લઈને ભારતમાં બનેલી આ શોર્ટ ફિલ્મ દીકરીઓમાં ઓર્ગન ડોનેશનની વાસ્તવિકતાનું સંવેદનશીલ ચિત્રણ કરે છે.
ભારત જ નહીં, વિશ્વના મોટા ભાગના ભાગોમાં ઓર્ગન ડોનેશનને લઈને મહિલા-પુરુષોમાં મોટો ભેદભાવ છે. ખાસ કરીને દીકરો હોય તો પરિવાર ટ્રાન્સપ્લાન્ટ પર ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ દીકરીઓના કેસમાં એવું નથી.

