કામરેજના નવાગામ વિસ્તારમાં એક દુःખદ ઘટના સામે આવી છે. શ્યામ નગર-1માં રહેતા 34 વર્ષીય યોગેશભાઈ મનુભાઈ ભીલનું આકસ્મિક મોત નિપજ્યું છે.
યોગેશભાઈ મૂળ ભાવનગર જિલ્લાના દાઠાગામના વતની હતા અને કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
બનાવ મુજબ, યોગેશભાઈ નિલેશભાઈ મનુભાઈ ભીલના ઘરેથી પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન નવાગામની સીમમાં શ્યામનગરની ચોકડી પાસે તેઓ અચાનક નીચે પડી ગયા હતા.
તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

