રવિવારે દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. મેડલ સમારોહ દરમિયાન, ખેલાડીઓના વ્હાઇટ બ્લેઝરે પણ બધાનું ધ્યાન ખેંચ્યું.
પણ ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ બ્લેઝર કેમ પહેર્યું? જવાબ છે, ‘તે સન્માનનું પ્રતીક છે જે શ્રેષ્ઠ ODI ટીમને આપવામાં આવે છે. વિશ્વની શ્રેષ્ઠ 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે અને વિજેતા તેને જીતે છે. ICC અનુસાર, આ જેકેટ શ્રેષ્ઠતાનું પ્રતીક છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.’

તે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમે પહેર્યું હતું, જે 2009 સીઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારે કાંગારુઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બીજો ખિતાબ જીત્યો.