Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક વિસ્તારમાં આવેલા સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ખાતે હોળી ફાગ તથા સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર – ૧ અને – ૨ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધોરણ ૬ થી ૮ ની ૨૦૦ બાલિકાઓને શૈક્ષણિક વિતરણ કરવામાં આવેલ

હોલી હૈ ભાઈ હોલી હૈ. રંગોવાલી હોલી હૈ..  નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર સૌએ સાથે મળીને હળી ફાગ ખેલ્યો. 
સ્વચ્છતા અભિયાન અને હોળી રંગોનો તહેવાર અંતર્ગત બે બે કાર્યક્રમો
હોળીનું એ રંગ અને સ્નેહનું પર્વનું  અનુપમ દ્રશ્ય એટલે ભારતીય સંસ્કૃતિની અનોખી ઓળખ.
આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક ખાતે અર્બન હેલ્થ સેન્ટર એક અને બે માંથી ડોક્ટર રવજીભાઈ નકુમ, ડોક્ટર દેવાસી નિમાવત, ડોક્ટર સમીરભાઈ સવટ, હરેશભાઈ ગાળિયા, પરમાર કેવલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત બાલિકાઓને છ થી આઠ ની ૨૦૦ બાલિકાઓને શૈક્ષણિક કીટ જેમાં પેન્સિલ રબર પાંચ પેન પેડ કલર, પાઉચ વગેરે આપવામાં આવ્યા હતા. આચાર્યા ભારતીબેન , સંદીપભાઈ, ઇમરાનભાઈ રમજાનભાઈ, જીજ્ઞાબેન ભાવિકાબેન ,અરુણાબેન  દ્વારા તેમનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને આજરોજ ત્રણ થી પાંચ બાલિકાઓએ હોળીના આગલા દિવસે હોળીનો ફાગ ખેલ્યો હતો.
 
સ્ટાફગણ અને બાલિકા સાથે મળીને કન્યા શાળાના આગળના ગ્રાઉન્ડમાં સરસ મજાની હોળી રમ્યા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી કોઈ પણ પ્રકારના નાત જાતના ધર્મના ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે લગાવી, રંગ ગુલાલ લગાવી દીકરીઓએ ખૂબ જ આનંદથી તહેવારની ઉજવણી કરી .
બિપીન પાંધી સાવરકુંડલા