ઉત્તરપ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં
ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક તહેવારોમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના ૧૦ જિલ્લાઓમાં શુક્રવારની નમાજનો સમય બદલવામાં આવ્યો છે. રંગોથી બચાવવા માટે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી છે. શાહજહાંપુરમાં સૌથી વધુ ૬૭ મસ્જિદોને તાડપત્રી અને ફોઇલથી ઢાંકવામાં આવી છે. લાત સાહેબની શોભાયાત્રા માટે પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. અન્ય જિલ્લાઓમાંથી એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ આવ્યા છે.
ઉત્તરપ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં છે. હોળી પહેલા સંભલમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. સંભલમાં પોસ્ટેડ સીઈઓ અનુજ ચૌધરીએ એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ શરૂ થયો હતો. હવે સંભલ જિલ્લા અધિકારી રાજેન્દ્ર પેંસિયાએ હોળી દરમિયાન નીકળતી યાત્રા માટે વહીવટી તંત્રની તૈયારીઓ વિષે માહિતી આપી છે.
રાજેન્દ્ર પેંસિયાએ કહ્યું કે હોળી પર સંભલમાં ૩ સ્તરીય સુરક્ષા તહેનાત કરવામાં આવશે. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું, ‘હવે જ્યારે રમઝાન અને હોળી એક સાથે છે, ત્યારે સંભલમાં ૨૯ સેક્ટર અને ૬ ઝોન બનાવાયા છે. કોઈ અશાંતિ ન ફેલાય તે માટે થ્રી-લેયર સિક્યુરિટી સિસ્ટમ લગાવાઈ છે.‘
સંભલ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, ‘૨૫૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને નગરપાલિકાની મદદથી દરેક તહેવાર પર ૧૫૦ જેટલા વધારાના કેમેરા લગાવવામાં આવે છે. ડ્રોન વડે એક વખત સર્વેઇલન્સ કરવામાં આવ્યું છે અને વધુ એક વખત કરવામાં આવશે. આ ઉપરાંત ડીઆઈજીના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી છે.‘
સુરક્ષા વ્યવસ્થા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, ‘અમે દરેક વિસ્તાર અને ગામમાં શાંતિ સમિતિની બેઠકો અને જિલ્લા સ્તરે બે સમિતિની બેઠકો યોજી છે. તેમજ અમે ૨૭ ક્વિક રિસ્પોન્સ ટીમો પણ બનાવી છે. સંભલમાં,
મુસ્લિમ પક્ષે હોળી દરમિયાન નીકળતી યાત્રાના માર્ગમાં આવતી લગભગ ૧૦ મસ્જિદોને તાડપત્રથી ઢાંકી દેવાનો ર્નિણય કર્યો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાને લઈને ઘણા મહત્ત્વના ર્નિણયો લીધા છે.
તેમજ આ મામલે સંભલના એસ.પી. કે. કે. બિશ્નોઈએ કહ્યું કે, ‘ધાર્મિક સ્થળોને પરસ્પર સહમતિથી આવરી લેવામાં આવશે. હિન્દુ સમુદાયે બપોરે ૨.૩૦ વાગ્યા સુધી હોળી રમશે. આ પછી મુસ્લિમ પક્ષ નમાઝ અદા કરશે. હોળી નિમિત્તે નીકળેલી ચતુર્ભુજની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. શોભાયાત્રાના રૂટ દરમિયાન આવતી તમામ મસ્જિદોને આવરી લેવામાં આવશે.

