Gujarat

સાવરકુંડલા (શ્રીજીનગર-૩ કોડ નંબર-૩૩ આંગણવાડીમાં હોળીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

હોળી એ રંગોનો તહેવાર છે. જે દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં  ઉજવવામાં આવે છે. ભારતમાં હોળીનો તહેવાર વસંતના આગમનનો સંકેત આપે છે. આ રંગોના તહેવારની ઉજવણી સાવરકુંડલા (શ્રીજીનગર-૩, કોડ નંબર -૩૩) આંગણવાડીમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં બધા નાના ભૂલકાઓએ અબીલ ગુલાલ દ્વારા એક બીજાને કલર લગાડીને આ રંગોના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
જેમાં આંગણવાડીના વર્કરબેન નજમાબેન આર સોરા અને  આંગણવાડી હેલ્પરબેન મમતાબેન એમ વાળાએ નાના ભૂલકાઓ સાથે રંગોના આ તહેવારની ભવ્ય રીતે ઉજવણી કરી હતી.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા